બાળ હિંસા નિવારણ માટે મળેલી મિટિંગ હતી. જુદાં જુદાં ક્ષેત્રનાં અનેક લોકો હતાં. મારી સાથે મેઘ હતો. એને રસ પડે તેવું ખાસ કાંઇ હતું નહિં. થોડીવાર પછી જોયું તો ભાઇ મોંમાં આંગળાં નાંખીને જીભ સાથે રમી રહ્યા છે. થોડીવાર પછી પણ એમ જ, પ્લાસ્ટિકની ખુરશીમાં આળોટીને આ જીભ સાથેની રમતમાં મશગૂલ અને સાથે સાથે જાણે પોતાની સાથે જ થતી વાતો.. હું વચ્ચે વચ્ચે તેને જોઇ લેતી. એ વચ્ચે વચ્ચે જો કોઇની બોલવાની ઢબ આકર્ષક હોય તો તેને સાંભળતો અને ફરી પાછી એ જ મનગમતી પ્રવૃતિ!!!
તમે કહેશો આવી કેવી મમ્મી અને આવો કેવો ગંદો છોકરો! આટલાં બધા લોકોની વચ્ચે મોંમાં આંગળાં નાંખીને રમવાની રમત! માનું છું તે બહુ જ મુશ્કેલ પળ હોય છે, મને પણ ક્યારેક બહુ વિચિત્ર લાગતું પણ અનુભવે કાંઇક શીખવ્યું છે.
ઓશો કહે છે તેમ પ્રથમ સાત વર્ષ માટે બાળક પોતાનાં વિશ્વનો રાજા હોય છે. આજુબાજુ કોણ છે તેથી તેને શું? તમે તેનાં માટે કે તેનાં પેરેન્ટસ માટે શું ધારો છો તેનાંથી પણ તેને કાંઇ લેવાદેવા નથી હોતી. તેની દુનિયા આગવી અનોખી હોય છે. નથી તેને હાઇજીનિકલ જ્ઞાન હોતું કે નથી તેની ચિંતા હોતી. તમે ધાર્યુ પણ ના હોય તેવું કાંઇક તેનાં મનોજગતમાં ચાલી રહ્યું હોય તેવું બની શકે!
અહિં એવું જ બન્યું. ચોમાસાનાં દિવસો હતાં અને ઘરે આસપાસ ઘણી બધી ગોકળગાય દેખાતી અને તેની સાથે રમતો પણ. થોડીવારે જ્યારે તેની તરફ ફરીને સ્માઇલ આપ્યું, તો કહે "મમ્મી જીભ એકદમ ગોકળગાય જેવી જ લાગે ને!" હ્ંમ્મ્મ....તો હવે સમજાયું અહિં AC હોલમાં પણ ભાઇ તો એમનાં બગીચામાં પહોંચીને ગોકળગાય સાથે રમી રહ્યાં હતાં!!!!!
જે ગંદુ છે કે અભદ્ર છે તે તમારાં માટે છે, સમાજ માટે છે...બાળક પણ ક્યારેક તેની જાતે જ આ સમજવાનું પણ છે પણ અત્યારે આ સમયે તે પોતાની અલગ દુનિયામાં રહીને આ દુનિયાને સમજવાની કોશિષ કરી રહ્યુ છે ત્યારે તેના પોતાના લયને મેનર્સનાં નામે ડિસ્ટર્બ ના કરીએ તો? તો તમને બાળકોની અદભૂત દુનિયામાં ઝાકવાની તક મળી શકે છે અને એ પોતાનાં જ્ઞાન, કલ્પનાશકિત, વિચારશકિત, સર્જનશકિત ને પોતાના અંદાજમાં ખાતર-પાણી આપી શકે છે!

No comments:
Post a Comment