ગુજરાતી ગમે છે અને ગુજરાતીમાં લખવું પણ ગમે છે. ગુજરાતીમાં લખવાનું ઘણાં સમયથી મિત્રોનું સૂચન હતું પણ જેમને અમારાં અનુભવોમાં રસ પડે છે તેવાં મોટાભાગનાં મારાં હોમસ્કૂલર મિત્રો ગુજરાતી નથી. એકનાં એક અનુભવો ફરીથી ગુજરાતીમાં લખવાનો કાંઇ અર્થ નથી, છતાં બાળક, શિક્ષણ અને સમાજ ને સાંકળતાં મારાં વિચારો કે અનુભવો અહિં લખવા પ્રયત્ન કરીશ. એક હોમસ્કૂલીંગ પર ને બીજો બ્લોગ બાળક-શિક્ષણ-સમાજ...બંને અંતે એક જ છે અને એક જ ધ્યેય સાથે આ લખું છું કે આપણાં ઘરમાંનાં બાળકને સમજી શકીએ અને શિક્ષણ-કેળવણીનાં શાળા સિવાય પણ અન્ય વિકલ્પ હોય શકે છે એવી સમજણ વિકસાવી શકીએ. હું નથી આ વિષયની તજજ્ઞ કે નથી ભાષાની...માત્ર બાળક અને તેની શીખવાની પ્રક્રિયામાં રસ છે અને જાતે કરેલા અનુભવ અથવા એના આધારે લખવા કોશિષ કરીશ.
No comments:
Post a Comment